Type Here to Get Search Results !

સુરતના ફુલપાડા વિસ્તારમાં કરફ્યુના સમયમાં યુવાનની હત્યા થઇ મામલો સામે આવ્યો - Gujarat Trust

0
સુરતના સમાચાર - ગુજરાતી સમાચાર- Gujarat news
સુરત, તા. 30 નવેમ્બર 2020 સોમવાર

ગુજરાત ટ્રસ્ટ સમાચાર - દારૂ અને ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની હત્યા કરનાર ચારથી પાંચની ધરપકડ 

સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં દારૂ અને ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલતા વિવાદના કારણે એક યુવાનની હત્યા કરનાર ચારથી પાંચની - પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં આવેલા ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં ચાર થી પાંચ યુવાનોએ દારૂ અને ગાંજાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજા નામના એક યુવાનની હત્યા કરી હતી. 

રાજા અને તેની હત્યા કરનારાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. ઘટનાની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે હત્યા કરનાર ચાર થી પાંચની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. 

ગુજરાત ટ્રસ્ટ - ટીમ / Surat News

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ