Type Here to Get Search Results !

હું 24 વર્ષનો યુવક છું મને મારાથી વધારે વર્ષની સ્ત્રી સાથે શારીરિક સબંધ છે પણ હવે તે મને રોજ સબંધ બાંધવા મજબુર કરે છે

0
I am 24 years old and I have a physical relationship with a woman older than me

હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

એક યુવક (ગુજરાત)

તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

મેં દસમા ધોરણની પરીક્ષા આપી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ?

એક યુવક (નડિયાદ)

તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં.

આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જશે.

ગુજરાત ટ્રસ્ટ - ટીમ / નારી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ