( પ્રતિકાત્મક તસવીર )
સુહાગરાત મા પત્નીએ પતિને સંભળાવી પોતાની લવ સ્ટોરી - આ પછી પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો. એસપી નિશાંત તિવારીએ આ મામલો ફેમિલી કાઉન્સલિંગ સેન્ટરને આપ્યો હતો.
લગ્ન પછી સુહાગરાત મનાવતી વખતે એક પત્નીએ મજાકમાં તેના અફેરની સ્ટોરી સંભળાવી હતી, જેને પતિએ ગુપ્ત રીતે રેકોર્ડ કરી હતી અને ત્યારબાદ તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. પતિએ તેની પત્નીને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી જે પછી આ મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસ આ પરિવારને સમાધાન માટે પ્રયાસ કરી રહી છે.
સુહાગરાતે પતિએ પૂછ્યું, તમારું કોઈ અફેર હતું?
આ મામલો મુંબઈ નો છે જ્યાં સીમા અને રોશન (બંને બદલાયેલા નામ) ના લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. લગ્ન પછી સુહાગરાતે એક ઘટના બની જે સાત દિવસ પણ ના ચાલી. પ્રાપ્ત માહિતી અનુસાર, રોશને સીમાને સુહાગરાત મા તેની લવ સ્ટોરી વિશે પૂછ્યું. તેના જવાબમાં સીમા તેના અફેરની વાર્તા કહે છે. જોકે, સીમા કહે છે કે તેણે ખોટી વાત કહી હતી.
જ્યારે સીમા તેના અફેરની વાત કહી રહી હતી, ત્યારે તેના પતિએ તેણીની બધી વાત છુપી રીતે રેકોર્ડ કરી હતી અને તેને સંબંધીઓમાં વાયરલ કરી હતી. પત્નીની લવ સ્ટોરી સાંભળીને તેના પતિને આઘાત લાગ્યો હતો અને તે સીમાને મારવા લાગે છે. પતિએ સીમાને ઘર થી બહાર કાઢી મુકી હતી જ્યારે સીમાએ કહ્યું કે તેણે ખોટી વાર્તા કહી છે, ત્યારે પતિએ કહ્યું કે તે વાર્તાને સાચી માને છે.
પતિ-પત્નીનો વિવાદ પોલીસ સુધી પહોંચ્યો
આ પછી, પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો. એસપી નિશાંત તિવારીએ આ મામલો ફેમિલી કાઉન્સલિંગ સેન્ટરને આપ્યો હતો. પોલીસ પતિ-પત્નીને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે સીમાને તેના પતિ સાથે સાસરિયામાં રહેવા જણાવ્યું છે.
પોલીસ પરિવારને સમાધાન માટે પ્રયાસ કરી રહી છે
આ કેસમાં ફેમિલી કાઉન્સલિંગ સેંટે જણાવ્યું હતું કે પત્નીની ઓડિયો ક્લિપ તેના પતિ પાસેથી મળી આવી છે. સીમા સાસુ-સસરામાં જ રહેશે અને તેણીને કોઈ પણ હેરાન કરે અને મારપીટ કરે કોઈ ઘટના બને તો જાણ કરશે. હવે સમય કહેશે કે વિઘટનના આરે પહોંચેલા આ નવા પરિણીત પરિવારનું ઘર સમાધાન થઈ શકશે કે નહીં.
